Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અલીયા બાડા ગામેથી ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ-૧૩૨ પકડી પાડતી જામનગર - એલ.સી.બી.પોલીસ

 જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલનાઓની સુચના તથા એલ.સી.બી. ના I/C પો.ઇન્સ.કે.કે.ગોહિલનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સબ ઇન્સ આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામ પંચ એ ડીવી પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઇ મકવાણા તથા અશોકભાઇ સોલંકી નાઓ મળેલ અંગત બાતમી હકિકત આધારે અલીયાબાડા ગામે આવેલ નવોદય વિધાલય પાસે અવાવારૂ જગ્યામાં પડેલ છકડા રીક્ષા જીજે-૧૦ થી ૭૩૦૮ મા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ ની (૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી (ર) મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી મળી કુલ બોટલ નંગ-૧૩૨ કિ.રૂ. ૫૨,૮૦૦ તથા છકડો રીક્ષા-૦૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૨,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી, છકડો રીક્ષા ચાલક વિરૂધ્ધ પો.હેડ.કોન્સ. કિશોરભાઇ પરમાર ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ ધાનાભાઇ મોરી એ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.કે.કે.ગોહિલઓની સૂચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયાનાઓ તથા એલ.સી.બી. સ્ટાફ ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર,દિલીપભાઇ તલવાડીયા,યશપાલસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ જાડેજા ,દોલતસિંહ જાડેજા હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ ,વનરાજભાઇ મકવાણા,ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ધમેન્દ્રસિંહ જાડેજા બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા,રાકેશભાઇ ચૌહાણ, ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામા આવેલ છે

(12:50 am IST)