Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વચગાળા જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

ધ્રોલ ખાતેથી ઝડપી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલનાઓની સુચના તેમજ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.ઇન્સ.કે.કે.ગોહિલનાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી આપવામાં આવેલ પેરોલ ફર્લો તેમજ નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા. દરમ્યાન જામનગર જીલ્લા જેલમાંથી પાકા કામના કેદી નં.૬૪૯/૨૦૨૨ રફીક સુમારભાઈ રાઠોડ( રહે.ગાયત્રીનગર, ધ્રોલ જી. જામનગર વાળા )વચગાળાના જામીન પરથી ફરાર થઇ નાસતો ફરતો રહેલ, જે આરોપીને સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજા નાઓએ સંયુકત રીતે મળેલ બાતમી હકિકત આધારે ધ્રોલ ખાતેથી ઝડપી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે. આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહિલ તથા એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્સ મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 am IST)