Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગોંડલમાં નિવૃતિનો વિસામો પેન્શનર સમાજનું કાર્યાલય

૯૦૦ સીનીયર સીટીઝનો પ્રવૃતિનો આનંદ માણે છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨:  સતત પ્રવૃત રહેતો માણસ જયારે નિવૃત બને ત્યાંરે સકારાત્મક અને નકારાત્મક બન્ને સંવેદના અનુભવતો હોય છે.સિનીયર સિટીઝન બની હવે પોતે ભારરૂપ હોવાની દ્વિધામાં પણ કયારેક અટવાતો હોયછે.અલબત બધાં લોકો આ દ્વિધા નથીં અનુભવતાં.ત્યાંરે પાત્રીસ વર્ષથી ચાલી રહેલો ગોંડલ પેન્સનર સમાજ આજે વટ વૃક્ષ બની નિવૃતિનો વિસામો બની રહ્યો છે.

સંગ્રામસીહજી હાઇસ્કુલનાં મેદાનમાં પેન્સનર સમાજનું કાર્યાલય પેન્સનરોથી ચાલતી અનેકવિધ પ્રવૃતિઓથી ધમધમી રહયું છે.

નોકરીમાંથી વય મર્યાદાને કારણે નિવૃત થયાં પછી પેન્સનરોને પેન્સનથી લઇ અનેક પૃશ્ર્નોનો સામનો કરવો પડતો હોયછે.થાકેલી ઉંમર પણ કયારેક પરેશાન કરતી હોય છે.પરંતુ ગોંડલ પેન્સનર મંડળ દરેક ઉકેલ શોધી સિનીયર સિટીઝન માટે 'તદુંરસ્ત 'કાર્ય કરી રહ્યુ છે.

સને ૧૯૮૫ માં સ્થપાયેલ પેન્સનર મંડળમાં આજે અંદાજે ૯૦૦ થી વધું સભ્યો જોડાયેલાં છે. સંગ્રામસીહજી હાઇસ્કુલનાં મેદાનમાં એક સમયે ટાઇપ કલાસનાં નામે ઓળખાતાં બિલ્ડીંગમાં પેન્સનર સમાજ ની કોમ્પ્યુટરાઇઝ ઓફીસ કાર્યરત છે.

પેન્સનર મંડળનાં પ્રમુખ હારીતસિહ જાડેજા નિવૃત્ત્િ।ને પ્રવૃતિમાં પલટી કાર્ય કરી રહ્યા છે.ગોંડલ ક્રીકેટ નાં ભિષ્મપિતાહ ગણાતાં શિક્ષણવિદ મોહનસિંહ જાડેજા, પથુભા ડાભી, પી.જી.ઝાલા, આર.જી.ગજેરા,ગીરીરાજસિંહ ઝાલા સવાર સાંજ કાર્યાલયમાં સક્રીય રહી પેન્સનરોને લગતાં પ્રશ્ર્નો અંગે કાર્યરત નજરે પડે છે.

પેન્સનર સમાજનાં પ્રમુખ હારીતસિહ જાડેજા કહે છે કે દર મહીને પેન્સનરોની મિટીંગનું આયોજન કરાય છે.તો દર ત્રણ મહિને કારોબારી બેઠક બોલાવાય છે.મંડળ દ્વારા શિયાળાની ઋતુમાં અડદિયા બનાવી વેંચાણ નહીં નફો નહીં નુકસાનનાં ધોરણે કરાયું હતું.સિતેરથી પિંચિયાસી વર્ષની વય પુર્ણ કરનાર પેન્શનરનું વિશેષ સન્માન કરાય છે. છેલ્લા બે વર્ષથી એસબીઆઇ બેન્ક દ્વારા વરીષ્ઠ પેન્સનરોનું સન્માન કરાય છે.તો રોટરી કલબ દ્વારા વોકર સહીત વસ્તુઓની મદદ કરાય છે.મંડળ દ્વારા દર વર્ષે યાત્રા પ્રવાસનું આયોજન કરાય છે.

પેન્સનર મંડળ નાં કાર્યાલય થી હયાતી નાં દાખલા એન્યુઅલ આવક સર્ટીફીકેટની સેવા પુરી પાડવામાં આવે છે.ગોંડલ પેન્સનર મંડળ રાજય કક્ષા અને જીલ્લા કક્ષા એ જોડાયેલું છે.

રાજય સરકાર દ્વારા પેન્સનરોનાં વિધવા કે ત્યકતા દિકરીઓને પેન્સનની જોગવાઈ અમલી કરે તેવી માંગ પેન્સન મંડળનાં પ્રમુખ હારીતસિહ જાડેજા એ કરી છે.

(12:02 pm IST)