Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબીના રામધન આશ્રમ ખાતે બીજ નિમિતે યજ્ઞ અને નેજા ઉત્સવની ઉજવણી.

મોરબીના રામધન આશ્રમ ખાતે આજે રામદેવજી મહારાજનો બીજ નિમિતે યજ્ઞ અને નેજા ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજ્ઞ, ઉપરાંત મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો અને સાંજે પાટ અને ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
જેના યજમાન પદે રાજેશભાઈ પટેલ, ધવલભાઈ ડાભી, હરજીવનભાઈ પટેલે લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા દેવ્કારનભાઈ, દિલીપભાઈ, કેશુભાઈ અને મહાદેવભાઈ તેમજ ખીમજીબાપા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં બીજ ઉત્સવ ધામધુમથી ઉજવાયો હતો તેમ મુકેશ ભગતની યાદી જણાવે છે.

(12:53 am IST)