Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જંત્રાખડીની ઘટનાના વિરોધમાં કોટડાસાંગાણીમાં આવેદન

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા. ૨ : રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ગામમાં દસનામ ગોસ્‍વામી (સાધુ) સમાજ દ્વારા આવેદનપત્ર આપ્‍યુ હતું.
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં ૮ વર્ષની દિકરી ઉપર જે નરાધમએ દુષ્‍કર્મ કર્યું છે. તેને ફાંસીની સજા અપાવા માટે કોટડાસાંગાણી મામલતદારશ્રીને આવેદન આપી ને ન્‍યાય મળે રહે એવી વિનંતી કરી હતી. તેમજ આ દુષ્‍કર્મી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમ  જણાવ્‍યુ હતું. ગોસ્‍વામી ઇલાબેન જયંતીગીરી, શિવગીરી, જીવણગીરી, મહાદેવગીરી, રાજુભાઇ ગોસ્‍વામી તથા તમામ દશનામ ગોસ્‍વામી (સાધુ) સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

 

(11:03 am IST)