Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કાલે સ્‍વ. નારસિંહભાઇ પઢિયારની પુણ્‍યતિથિ નિમિત્તે જુનાગઢમાં નિઃશુલ્‍ક આયુર્વેદ સારવાર નિદાન રકતદાન કેમ્‍પ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨: રાજયના પ્રખર રાજનિતીજ્ઞ અને જેમને સોરઠના સિંહનું બિરૂદ પ્રાપ્ત હતું એવા કર્મનિષ્‍ઠ આગેવાન અને કાર્યકરના ઘડતરના શિરોમણી સ્‍વ. નારણસિંહભાઇ પઢિયારની તા.૩ને રવિવારના ચતુર્થ  પુણ્‍યતિથિ નિમિત્તે જૂનાગઢની અગ્રીમ સેવાભાવી સંસ્‍થાશ્રી સર્વોદય બ્‍લડ બેંક (દવાફંડ) ટ્રસ્‍ટના સાથ સહકારથી સવારે ૧૦થી બપોરના ૧ દરમ્‍યાન રેડક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે રકતદાન યજ્ઞ (બ્‍લડ કેમ્‍પ) યોજવામાં આવનાર છે. સાથે સાથે ઉપરોકત સ્‍થળે પર જ જૂનાગઢ જિલ્‍લા પંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ પધ્‍ધતિથી નિદાન અને સારવાર કેમ્‍પનું નિઃશુલ્‍ક આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ડોકટર ટીમ તરીકે વૈધ મહેશભાઇ વારા, જિલ્‍લા આયુર્વેદ અધિકારીશ્રી, જૂનાગઢ વૈદ્ય નરેન્‍દ્ર કરંગીયા, વૈધ નુરઅલી ભેરીયાણી, વૈદ્ય વાણી ભાદરકા, વૈદ્ય સચીન દલાલ, વૈદ્ય મનિષ વૈષ્‍ણવ, વૈધ એ.એસ.રાણા, ડો.સોલંકી (હોમીયોપેથી) સહિતના તબીબો સારવાર નિદાન કરી દવા આપશે.
આ કેમ્‍પ દિપ પ્રાગટયથી શુભ શરૂઆત સવારે ૧૦ કલાકેથી માન. મંત્રી દેવાભાઇ માલમ, પૂર્વ આરોગ્‍ય મંત્રી હેમાબેન આચાર્ય, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સંગઠન પ્રભારી મંત્રી ચંદ્રશેખરભાઇ દવે, મેયર ગીતાબેન પરમાર, ક્રાંતિકારી મુકતાનંદજી મહારાજ, આંતરરાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ ગિરનાર મંડળના અધ્‍યક્ષ ઇન્‍દ્રભારથી બાપુ, મહંતશ્રી શેરનાથ બાપુ, અંબાજી મંદિરના મહંતશ્રી તનસુખગીરી બાપુ, મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુ, મહંતશ્રી મહાદેવગીરી બાપુ, ખેતીબેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, ભાજપ અધ્‍યક્ષ પુનિતભાઇ શર્મા, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્‍થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણા, શાસકપક્ષ નેતા કિરીટભાઇ ભીંભા, શાસક પક્ષ દંડક, અરવિંદભાઇ ભલાણી, મહામંત્રી શૈલેષભાઇ દવે, ભરતભાઇ શીંગાળા, સંજયભાઇ મણવર, પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, ભાજપ પક્ષના સર્વે આગેવાનો, સામાજીક કાર્યકરો સહિતના લોકો દ્વારા કરવામાં આવનાર છે.
નારસિંહભાઇ પઢિયારના પરિવાર, જૂનાગઢ જીઁલ્‍લા પંચાયત આયુર્વેદ શાખા, જૂનાગઢની જાણીતી અને અગ્રીમ એવી સર્વોદય બ્‍લડ બેંક (દવા ફંડ) ટ્રસ્‍ટ, ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજાનાર આ બહુજનહિતાય કેમ્‍પનો લાભ લેવા યોગેન્‍દ્રસિંહ પઢિયાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

 

(12:34 pm IST)