Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગરનાં દરેડમાં ત્રણ દુકાનોમાંથી હરબી બિયરની ૬૯૭ બોટલ શંકાસ્પદ નશાયુકત કેફી પીણાનો જથ્થો મળી આવ્યો

જામનગર,તા. ૨ : દરેડ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી અલગ અલગ ત્રણ દુકાનોમાંથી ગેરકાયદેસર રીતે બીલ આધાર વગરનો શંકાસ્પદ નશાયુકત કેફી પીણાનો જથ્થો કબ્જે કરી એફ.એસ.એલ. તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવા માટેની કાર્યવાહી કરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલમાં (૧) આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી (૧) SUNNINDRRA ASAV ARISHTA કુલ ૧૪૮ બોટલો કિ.રૃા. ૨૨,૦૦૦ તથા (૨) STONEARISHTHA ASAB ARISHTA કુલ ૨૧૨ કિ.રૃા. ૩૧,૮૦૦, (૨) ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી  (૧) SUNNINDRRA ASAV ARISHTA કુલ ૧૦૩ બોટલો કિ.રૃા. ૧૫,૪૫૦ તથા (૨) STONEARISHTHA ASAB ARISHTA કુલ ૩૯ કિ.રૃા. ૫૮૫૦ (૩) GEREGEM ASAV ARISHTA કુલ  ૫૦ બોટલો કિ.રૃા. ૭૫૦૦ (૪) કુલ HERBY GOLD ASAV ૫૦ બોટલો કિ.રૃા. ૬૫૦૦ (૩) શ્રી રામ પાનમાંથી KALMEGH ASAV ARISHTA ૧ કુલ ૯૫ બોટલો કિ.રૃા. ૧૪,૧૫૫ છે.

જુગાર રમતા ૮ ઝડપાયા

દરેડ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી રૃા. ૧૪,૦૫૦ સાથે (૧) અનીલકુમાર પ્રભુદયાલ જાટવ, (૨) નરેશ આરામસીંગ કુરવા, (૩) કરનસીંગ મીરચાયસીંગ જાટવ (૪) નિલેશ સહદેવ ઝરબડે (૫) સચીન લલ્લુરામ જાટવ, (૬) સંતદેવલ સુબેરદાર કુસ્વાહા (૭) સંતોશકુમાર લક્ષ્મણરામ કનોજીયા (૮) રાહેો તુલશીરામ મીશ્રા પરપ્રાંતિયોને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી પો.સબ.ઇન્સ. જે.ડી.પરમાર, એ.એસ.આઇ એમ.એલ.જાડેજા, હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.

(2:23 pm IST)