Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સતાધારમાં અષાઢી બીજના પાવનપર્વે પૂજન, અર્ચન, મહાપ્રસાદ સહિત ધ્‍વજારોહણ સંપન્‍ન

ભાવિકોની વિશાળ હાજરી : પૂ. વિજયબાપુની આગતા-સ્‍વાગતા-આતિથ્‍ય સત્‍કાર સાથે આશીર્વાદ

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: ગઇકાલે અષાઢી બીજના પાવન પર્વે દેશ-વિદેશમાં આસ્‍થાનાં કેન્‍દ્ર તરીકે જાણીતા પવિત્ર યાત્રાધામ સતાધાર ખાતે અષાઢી બીજની ભવ્‍યતા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.પુજન,અર્ચન,મહાપ્રસાદ સહિત ધ્‍વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો.
આપાગીગાના સમાધિ સ્‍થાન સતાધાર ખાતે બાર બીજમાં અષાઢી બીજનું મહાત્‍મ્‍ય અનેરૂં હોય જગ્‍યા પર ધ્‍વજારોહણ કરવામાં આવે છે.સતાધારધામમાં અષાઢી બીજના ધ્‍વજારોહણનુ પૂ.આપાગીગા પરિવારમાંથી એટલે કે ગદ્યય સમાજ સહપરિવાર તરફથી તેમનાં હસ્‍તે ધ્‍વજારોહણ ચડાવવામાં આવે છે. આ દિવસે ભાવિભક્‍તજનોની ભીડ અનેરી હોય છે રાત્રે સંતવાણી ભજન કાર્યકમમાં પણ અસંખ્‍ય સાધુ-સંતો ભક્‍તજનો હોય છે દરેક સાધુ-સંતોને જગ્‍યાની પ્રણાલિકા મુજબ સતાધાર જગ્‍યાનાં મહંતᅠ પૂ.વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ દ્વારા આગતાસ્‍વાગતા દાન-દક્ષિણા-આતિથ્‍ય સત્‍કાર કરવામાં આવે છે.
અષાઢી બીજના પાવનપર્વે ચાલું વરસાદમાં પણ વિશાળ સંખ્‍યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને પૂજન, અર્ચન, મહાપ્રસાદ, ધ્‍વજારોહણના કાર્યક્રમમાં ભાગ લઇ ધન્‍યતા અનુભવી હતી. પૂ.વિજયબાપુએ સૌને આદર સત્‍કાર સાથે આશીર્વાદ આપ્‍યા હતા.

 

(2:02 pm IST)