Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગરમાં શંકાસ્‍પદ લોખંડના સામાન સાથે બે શખ્‍સ ઝબ્‍બે

જામનગર તા.૨: શહેરમાં બકાલા માર્કેટ પાસે (૧) સુલતાન આમદભાઇ ભાયા વાધેર રહે.મોરકંડા રોડ રબાની પાર્ક મકા મસ્‍જીદની પાછળ (૨) સબીર જુસબભાઇ દલ વાધેર રહે. માથલાભુંગા બેડી (૩) દિનેશ મંગલભાઇ માવ ભાનુશાળી રહે. શંકર ટેકરી ગરબી ચોક જલેશ્વરી વસ્‍તુ ભંડારની બાજુમાં વાળાઓએ ચોરી કે છળ કપટથી મેળવેલ (૧) સેન્‍ટીંગના બાંધકામમાં ઉપયોગ થતા લોખંડના ચોકા નંગ-૧૭૦ જેમા એક ચોકાની કિં.રૂ.૪૦૦/- લેખે કુલ કિ. ૬૮૦૦૦ (૨) ટ્રકની વ્‍હીલ પ્‍લેટ નંગ-૩ જેમાં એક પ્‍લેટની કિ. રૂ. ૫૦૦૦/- લેખે  ત્રણની કિ.રૂ. ૧૫૦૦૦/-  તથા(૩) રીક્ષા છકડા નંબર જી.જે.૧૨ વી.૭૪૮૯ કિ.રૂ. ૫૦૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૩૩૦૦૦/-ની ચીજ વસ્‍તુના મુદ્દામાલ સાથે મળી આવતા શક પડતી મીલ્‍કત તરીકે કબ્‍જે કરી પોલીસ હેડ હોન્‍સ. ધાનાભાઇ મોરીએ આરોપી વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્‍સ.કે.કે  ગોહીલની સુચના થી પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

 

(2:08 pm IST)