Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

અમરેલીમાં તાઉતેમાં ભારે નુકસાન બાદ સહાય નથી મળી

ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી : તાઉતે અમરેલીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો હતો, આ વાવાઝોડામાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે

અમરેલી,તા.૧ : તોકતે વાવાઝોડા એ અમરેલી જિલ્લામાં તબાહી મચાવી દીધી હતી. વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. વાવાઝોડાની સૌથી વધારે અસર થઈ હોય તો ખેડૂતોને થઈ છે. તોકતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડામાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. ખેતરોમાં રહેલ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. તો ખેતરોમાં રહેલ મકાન, માલઢોર રાખવા માટે જે ફરજો બનાવવામાં આવ્યા હતા તે પણ જમીનદોસ્ત થઈ ગયા છે. ફરજો પડી જવાથી ખેતરમાં રહેલ માલઢોર પણ મૃત્યુ પામે છે. સરકારે પેકેજ જાહેર કરી દીધું છે પરંતુ ક્યાંકને ક્યાંક વિસંગતતાને લઈને ખેડૂતોને સહાય મળી નથી. વાવાઝોડાની અસર હજુ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. નુકસાની મોટા પ્રમાણમાં થઈ છે, પરંતુ નુકસાનીના પૈસા ના મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો ખાતામાં પૈસા નહીં થયા હોવા ના હોવાની રજૂઆત અને વખત સ્થાનિક તંત્રને કરી છે. પરંતુ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. જેને લઇને ખેડૂતોની માઠી દશા બેઠી છે. હાલ ચોમાસાની સિઝન છે જેને લઇને ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ઝડપથી સહાય આપવામાં આવે તો ચોમાસુ પાક ખેડૂતો લઈ શકે. નુકસાનને લઇને ખેતીવાડી વિસ્તાર સુધી અધિકારી બાબુઓ સર્વે કરવા ખેતરોમાં ગયા નથી. જેને લઇને ખેડૂતોમાં ભારે નારાજગી છે. સર્વે થયો નથી આથી આ વિસ્તારમાં આવીને સર્વે કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે. સરકાર દ્વારા ઝડપથી સહાય આપે તેવી માંગ નુકસાન થયેલ ખેડૂતો માંગી રહ્યા છે. વાવાઝોડામાં સરકારે આર્થિક વિકાસ જાહેર કરી દીધું છે. પરંતુ અમુક વિસ્તારોમાં ખેડૂતો કહી રહ્યા છે, કે અમારા ખેતરમાં અધિકારીઓ સર્વે કરવા આવ્યા નથી આથી ખેડૂતો કર્યા છે કે તેમના ખેતરોમાં સર્વે કરે અને જે નુકસાન થયું છે તે સરકાર સહાય રૂપે આપે.

(9:38 pm IST)