Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીના કબીરટેકરીના રહેણાંક મકાનમાંથી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના કબીરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો છે તો અન્ય આરોપીનું નામ ખુલ્યું છે
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમ મકરાણીના ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૯ બોટલ કીમત રૂ ૨૩,૭૮૦ અને એક મોબાઈલ મળીને કુલ ૨૪,૨૮૦ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી અલ્લારખા મકરાણીને ઝડપી લીધો છે તો અન્ય આરોપી અરવિંદ દાદુ ગઢવીનું નામ ખુલતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(9:17 am IST)