Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીના ભારતનગરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે ભારતનગર મફતિયાપરા નાલા નજીક દરોડો પાડ્યો

મોરબીના ભારતનગરમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે ભારતનગર મફતિયાપરા નાલા નજીક દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ભોજાભાઈ મેરૂભાઈ મુંધવા, રજનીકાન્તભાઈ ગજાનંદભાઈ પંડ્યા, રાજેશભાઈ ઉમાશંકરભાઈ જોશી, ભરતભાઈ પ્રેમજીભાઈ પરમાર, હિમાંશુભાઈ સુમનચંદ્ર પંડ્યા અને કમલેશભાઈ પ્રવીણચંદ્ર મહેતા એમ છ લોકોને  ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૨,૭૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(9:19 am IST)