Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની અણઆવડત ઉજાગર કરવા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ

મોરબી :  રાજ્ય સરકારની ઉજવણી કાર્યક્રમના સમાંતર વિરોધ કરવા પ્રદેશ કોંગ્રેસની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૧ થી ૯ સુધી વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજાનાર છે

જેમાં તા. ૦૨ ને સોમવારે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની રાહબરી હેઠળ સવારે ૧૦ : ૩૦ કલાકે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે વિરોધ પ્રદર્શન યોજાશે જેમાં સરકારની અણઆવડતને ઉજાગર કરવામાં આવશે સરકાર ઉજવણીના કાર્યક્રમ કરી રહી હોય જેના સમાંતર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

(9:20 am IST)