Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

તસ્કરો બેફામ : મોરબીના લાલપર નજીક બેન્કના એટીએમમાં તોડફોડ કરી નુકશાન

રૂપિયાની ચોરી કરવાના ઈરાદે એટીએમ મશીનમાં તોડફોડ કરીને નુકશાન કર્યું

મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ એટીએમ મશીનને નિશાન બનાવી રહ્યા છે જેમાં લાલપર ગામ નજીક બેંકના એટીએમમાં તોડફોડ કરી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે


મૂળ બિહારના વતની અને હાલ મોરબીના મહેન્દ્રડ્રાઈવ રોડ ખાતે રહેતા આસિસ્ટન્ટ મેનેજર રંધીરકુમાર શ્રીરામેશ્વરપ્રસાદ રજક પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર હાઈવે પર આવેલ લાલપર ગામ નજીક રીયલ પ્લાઝા દુકાન નંબર ૫૨-૫૩ માં પંજાબ નેશનલ બેંકનું એટીએમમાં અજાણ્યા ચોરએ પ્રવેશ કરીને એટીએમમાં રૂપિયાની ચોરી કરવાના ઈરાદે એટીએમ મશીનમાં તોડફોડ કરીને નુકશાન કર્યું છે મોરબી તાલુકા પોલીસે એટીએમ મશીનમાં તોડફોડ કરી નુકશાની અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(9:21 am IST)