Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વાગેથા ગામમાં આંકડા લખનાર શખ્સને રોકડા રૂપિયા 1050 સાથે પોલીસે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાગેથા ગામમાં આંકડા લખતા ઇસમને આમલેથા પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ માધુભાઈ શંકરભાઈ વસાવા (રહે વાગેથા તા.નાંદોદ )એ વાગેથા ગામની ખારૂડીયા ટેકરીમા ખુલ્લી જાહેર જગ્યામા આંક ફરકના આંકડા લખતા રેડ દરમ્યાન અંગ ઝડતીમાથી મળેલ રોકડા રૂપિયા ૧૦૫૦  ના મુદામાલ સાથે પકડાઇ જતા આમલેથા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:32 am IST)