Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સાગબારા તાલુકામાં દેરાણીને દીકરો ન હોવાથી જેઠાણી ના ત્રાસના કિસ્સામાં રાજપીપળા અભયમ ટીમે સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક નાનકડા ગામમાં દીકરો ન થતા દેરાણીને ટોણા મારી ત્રાસ આપનાર જેઠાણી બાબતે 181 હેલ્પલાઈનમાં કોલ જતા રાજપીપળા અભયમ ટીમે આ કિસ્સામાં સમાધાન કરાવ્યું છે.
  વર્તમાન સમયમા દીકરો હોય તોજ સમાજ મા પ્રતિષ્ઠા હોય તેવો કિસ્સો અભયમ 181મહિલા હેલ્પલાઇન નર્મદામા આવેલ જેમાં દેરાણીને બે દીકરીઓ છે અને જેઠાણીને બે દીકરાઓ હોવાથી દેરાણીને અવારનવાર મહેણાં મારી જેઠાણી હેરાન કરતા હોવાથી કંટાળીને દેરાણીએ અભયમ ટીમનો સંપર્ક કરતા રાજપીપળા સ્થિત 181 મહિલા અભયમ ટીમે આ ગામમાં પહોંચી દેરાણી ,જેઠાણીનુ યોગ્ય કાઉન્સલીંગ કરી માહિતી આપી કે હાલ મા દીકરો અને દીકરી એક સમાન છે સરકાર અને સમાજ પણ દીકરીઓ ને પ્રોત્સાહન આપી રહી છે આજે દીકરીઓ પણ શિક્ષિત બની ઉચ્ચ સ્થાને નોકરી, વ્યવસાય, રાજકારણ જેવા ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવું કાઉન્સેલિંગ કરી પરિવાર મા મનમેળ બની રહે તે બાબતે યોગ્ય સમજ આપતા આખરે દેરાણી જેઠાણી વચ્ચે સમાધાન કરાવવામાં અભયમ ટીમને સફળતા મળી હતી

(9:33 am IST)