Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ગોંડલના યુવા મહિલા તબીબ રીંકલ રામોલિયાને એનેસ્‍થેસીયાલોજીમાં ગોલ્‍ડ મેડલ

ગોંડલ,તા.૨:  યુવા મહિલા તબીબ રીંકલ વજુભાઇ રામોલિયા એ શ્‍યામજી કૃષ્‍ણ વર્મા યુનિવર્સિટીમાં કચ્‍છ ભુજ દ્વારા જુલાઈ ૨૦૨૧માં લેવાયેલ એમ.ડી. એનેસ્‍થેસીયાલોજી ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી યુનિવર્સિટીમાં પ્રથમ આવતા ગોલ્‍ડ મેડલ મેળવી ગોંડલ નું ગૌરવ વધારેલ છે.

હાલ તેઓ ફેરટીઝ મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ મુંબઈ ખાતે ક્રિટિકલ કેર મેડિસિન માં ફેલોશીપ કરી રહ્યા છે, સગા-સ્‍નેહીઓ, મિત્રો દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. ડો. રિંકલના પતિ યોગેશ કાંતિભાઈ વઘાસિયા (ઓર્થોપેડીક સર્જન) મુંબઈને પણ શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(10:19 am IST)