Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં સેવાકાર્યો સંગાથે વિજયભાઇના જન્મદિનની ઉજવણી

ર્દીઓ - વૃધ્ધોને ફ્રુટ વિતરણ - સર્વરોગ નિદાન કેમ્પ - રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૨ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આજે જન્મદિવસ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

વૃધ્ધો - દર્દીઓને ફ્રુટ વિતરણ, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) આજે તા. ૨ ઓગસ્ટ ૨૦૨૧ સોમવારના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે. જે અંતર્ગત ભાવનગર શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરૂણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, કાર્યકર્તાઓ, મહાનગરપાલિકા ના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રીઓ સહિતના આગેવાનો દ્વારા ૨ ઓગસ્ટના રોજ શહેરના વૃદ્ઘાશ્રમોમાં દરેક વૃદ્ઘોને ફ્રુટ વિતરણ સેવાકાર્ય કરીને મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ ઉજવાયો હતો.

તેમ ભાવનગર મહાનગરના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશી તેમજ પ્રવકતા આશુતોષભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું.

(11:42 am IST)