Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ભાવનગરમાં યુવાનનો આપઘાત

ભાવનગર,તા. ૨ : શહેરમાં યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મળતી વિગત મુજબ શહેરના કુંભારવાડા ભાનુબેનની વાડી પ્લોટ નંબર ૧૦૦માં રહેતો ચિરાગ પ્રવિણભાઇ ઘોડસરા (ઉવ.૨૮) નામના યુવાને કોઇ કારણોસર તેના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેને અત્રેની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. આ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:45 am IST)