Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ગોંડલ તાલુકાના ઘરાળા ગામમાં ૧૦૦ ટકા કોરોના વેકસીનેશન કામગીરી

(અશોક પટેલ દ્વારા) મોવીયા, તા., રઃ ગોંડલના ધરાળા ગામે વેકસીનેશનની કામગીરી ૧૦૦ ટકા પુર્ણ કરેલ છે.

આ કામગીરીમાં ગામના સરપંચ નિર્મળાબેન માયાણી તથા કલસ્ટર  અધિકારી વિનુભાઇ પદમાણી, આરોગ્યકર્મી જાદવ સંજયભાઇ અને ઘનશ્યામભાઇ પરમાર, સવિતાબેન રાઠોડ, અરૂણાબેન મકવાણા, રસીલાબેન ભુવા તેમજ આશા વર્કર સહીત તમામે ખુબ જ જહેમત ઉઠાવી ડોર ટુ ડોર સમજાવીને વેકસીનેશનનું કાર્ય ૧૦૦ ટકા પુર્ણ કરેલ છે.

આ કાર્યમાં ગામના આંબેડકર યુવક મંડળ તથા યુવા મિત્રોએ ખુબ જ સહકાર આપેલ હતો.

આમ ગોંડલ તાલુકામાં ૧૦૦ ટકા કામગીરીમાં પ્રથમ ગામ બન્યું છે.

વાસાવડ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સુપરવાઇઝર ઘનશ્યામભાઇ પરમારે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓનો તેમજ ગામનો સહકાર અને ટીમ વર્કથી કામ પુર્ણ થયું હતું.

(11:58 am IST)