Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇ રૂપાણી સરકારના ૫ વર્ષની લોધીકા તાલુકામાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૨: વિજયભાઈ રૂપાણી સરકારના સફળતાના ૫ વર્ષ અંતર્ગત લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમા વિવિધ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવેલ ચાંદલી ગામે ગ્રામ પંચાયતના સંકુલનુ ખાતમુહૂર્ત રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા ના હસ્તે કરવામાં આવેલ શુભ પ્રસંગે રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ રાજકોટ લોધીકા સંધના ડિરેકટર મનસુખભાઈ સરધારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા વિપુલભાઈ મોરડ ઉમેશભાઈ દેસાઈ ઉમેશભાઈ પાંભર લોધિકા તાલુકા યુવા અગ્રણી શૈલેષભાઈ રાઠોડ તાલુકા ભાજપ યુવા પ્રમુખ સુધીર તારપરા યુવા કાર્યકર મયુરસિહ જાડેજા લોધિકા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પંકજભાઈ ગમઢા ચાંદલી કન્યા છાત્રાલયના પ્રમુખ છગનભાઈ મોરડ લોધીકા મામલતદાર કે.કે.રણાવશિયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા તા.શિક્ષણ અધિકારી ઇલાબેન ઝાલા તેમજ ચાંદલી ગામના આગેવાનો અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાજડી વડની પ્રાથમિક શાળામા જ્ઞાનકુજ પ્રોજેકટનુ લોકાર્પણ લોધીકા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર હસ્તે કરવામાં આવેલ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ શુભ પ્રસંગે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી પ્રવિણસિંહ (ભીખુભા)ડાભી રાજકોટ જીલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર તાલુકા યુવા ભાજપ મહામંત્રી ડો. પ્રકાશ વિરડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂદ્ઘસિહ ડાભી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા ઉપસરપંચ વિજયભાઈ રાઠોડ પૂર્વ સરપંચ અશોકસિંહ ખેરડીયા તાલુકા ભાજપ કાર્યકર અનિરુદ્ઘ સિંહ આર.ડાભી કમલેશભાઈ વાગડિયા નિલેશભાઈ માલકિયા બાબુભાઈ રાઠોડ લોધીકા BRC દર્શનભાઇ જોષી શાળાના આચાર્ય મુકેશભાઈ દોંગા શાળાના શિક્ષક ગણો તલાટી મંત્રી કે.એન.ગોહેલ તેમજ ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

રાવકી ગામે પ્રાથમિક શાળાના ઓરડાનું ખાધમૂર્હત તેમજ ઈ લોકાર્પણ રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈના હસ્તે કરવામાં આવેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા રાવકી સરપંચ બિન્દુભા જાડેજા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ સુધીર તારપરા યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ રાઠોડ મામલતદાર કે.કે.રાણાવશિયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા પ્રાથમિક શાળા ના આચાર્ય શાળાના શિક્ષક ગણ ગામ પંચાયત સદસ્ય તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત  રહ્યા હતા.

પારડી ગામે શ્રી સ્વામી વિવેકાનંદ (અંગ્રેજી માધ્યમ ) પ્રાથમિક શાળા ના શકુંલનુ ખાધમૂર્હત તાલુકા પંચાયત અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા ના હસ્તે કરવામાં આવેલ આ શુભ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચાવડા રાજભા જાડેજા રાજકોટ લોધીકા સંધના ડિરેકટર અશોકભાઈ ભુવા મહામંત્રી ધર્મેશભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઈ દેસાઇ મુળુભાઇ પરમાર યુવા ભાજપ ના કાર્યકર દિવ્યેશ હિરાણી રોહિલ દોઢીયા આઇટી મિડીયા સેલ ના કન્વીનર રાજેશભાઈ કમાણી અશોકભાઈ રૈયાણી તેમજ મામલતદાર કે.કે.રાણાવશિયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા તા.શિક્ષણ અધિકારી ઇલાબેન ઝાલા શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ તથા ગામ આગેવાનો વડિલો ઉપસ્થિત રહેલ. તેમ લોધીકા ભાજપ મંડળ મિડીયા કન્વીનર બી.એમ.ગોસાઇ સહ. કન્વીનર સુરેશભાઈ ચૌહાણ જણાવ્યું છે. 

(11:59 am IST)