Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વાંકોનરમાં શ્રી નાગાબાવાની જગ્યાએ જન્માષ્ટમીનો લોકમેળો બંધ

વાંકાનેર, તા. ર :  વાંકાનેરમાં શ્રી નાગા બાવાની જગ્યાનું અનેરૂ મહત્વ છે જ્યાં શ્રાવણ માસમાં નોમ અને દસમ અગિયારસ ત્રણ દિવસનો લોકમેળો ભરાય છે ,, શ્રી નાગા બાવાના મંદિરે નોમ ના રાત્રે બાર વાગ્યે મહા આરતી દર વર્ષ થાય છે અને ત્યારે જલેબી , ભજીયા પ્રસાદી ધરાવવામાં આવે છે જે પરંપરા અનુસાર આ વર્ષ માત્ર આરતી , પ્રસાદ ધરાવવામાં આવશે જે પણ સોસ્યલ ડિસ્ટન આરતી થશે શ્રી નાગા બાવા ને જલેબી , ભજીયા ધરાવ્યા બાદ આખા વાંકાનેર ના લોકો જલેબી ભજીયા ઘરે લઈ જાય છે, વાંકાનેરનો ઇતિહાસ જોડાયેલ એવા પરંપરાગત શ્રી નાગા બાવાનો મેળો તથા શીતળા સાતમ તેમજ જન્માષ્ટમી નિમિતે યોજાતા તમામ લોકમેળા આ વરસે રદ કરવામાં આવ્યા છે , વાંકાનેર નગર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા જણાવ્યું હતું કે કોરોનની મહામારીના અનુલક્ષીને વાંકાનેર ના તમામ લોક મેળા રદ કરવામાં આવ્યા છે જયારે પ્રસિદ્ધ શ્રી નાગાબાવા મંદિરના મહંતશ્રી જણાવ્યું હતું કે સતત બીજા વરસે પણ પરંપરાગત શ્રી નાગાબાવાનો મેળો સરકારની ગાઈડ લાઈન અનુસાર રદ કરવામાં આવ્યો છે જો કે નોમ અને દસમ દરમ્યાન સરકારની ગાઈડ લાઈન મુજબ શ્રી નાગાબાવાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે અને સોસ્યલ ડિસ્ટન સાથે ભાવિક, ભકતજનો દર્શનનો લાભ લઈ શકશે, વાંકાનેરમાં શ્રી નાગાબાવાનો અનોખો ઇતિહાસ છે, આજે પણ વાંકાનેર શહેરમાં કોઈપણ વિકટ પરિસ્થિતિમાં શ્રી નાગા બાવા ને વાંકાનેર શહેરના લોકો પ્રાર્થના કરે છે, દર્શન કરી ધન્યતા અનુભવે છે.

(12:21 pm IST)