Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કચ્છના ગાંધીધામમાં સ્પાની આડમાં કરાવાતાં દેહ વ્યાપારના કેસમાં ઝડપાયેલ મહિલા સહિત ત્રણનાં જામીન નામંજૂર

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) ગાંધીધામમાં સ્પા ની આડમાં દેહ વ્યાપાર કરાવાતો હોવાની ૨૫ વર્ષીય યુવતીની ફરિયાદ બાદ પોલીસે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. શહેરના ઓમ સિનેમા ઉપર સ્પાની આડમાં મહિલાઓ પાસેથી અનૈતિક દેહ વ્યાપારનાં પ્રકરણમાં ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓના નિયમિત જામીન અહીંની કોર્ટે નકારી દીધા હતા. સ્પા ચલાવનાર ભવિષ્યાબેન છતલાણી તેમના પતિ અમિત નારાયણદાસ છતલાણી તથા સ્પાના મેજેનર તરીકે કામ કરતા સંજય નવીન મહેતા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી શહેરનાં એ ડિવિઝન પોલીસ મથકે સ્પામાં ભોગ બનનાર એક મહિલાએ ફરિયાદ કર્યા બાદ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી અને બાદમાં ત્રણેયના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. આ ત્રણેયના

રિમાન્ડ પૂરા થતાં ત્રણેયને ગળપાદર  જેલમાં મોકલાવી દેવામાં આવ્યા છે. દરમ્યાન આ ત્રણેય આરોપીઓની જામીન અરજી દરમ્યાન બંને પક્ષોની દલીલો, રજૂઆતો સાંભળ્યા બાદ ન્યાયાધીશે આ ત્રણેયની જામીન અરજી નામંજૂર કરી હતી. ભવિષ્યાબેન તથા અમિત છતલાણીની જામીન અરજીના કેસમાં સરકારી વકીલ હિતેશીબેન' ગઢવી તથા સંજય મહેતાની જામીન અરજીના કેસમાં સરકારી વકીલ એમ.આર. જાડેજાએ દલીલો કરી હતી.

(12:28 pm IST)