Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઘેડ પંથકમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ખેડુતો ખુશ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., રઃ જીલ્લાના ઘેડ વિસ્તારમાં પુરતો વરસાદ હજુ પડયો નથી. પરંતુ થોડા સમય પહેલા ઉપરવાસથી પડેલ વરસાદના પાણીની આવક ચાલુ રહેતા ખેડુતો ખુશ છે. તેઓ હવે ઘેડ પંથકના ચણા જુવાર (ગુંદરી) વગેરે પાક લઇ શકશે.

ઘેડ પંથકમાં ચોમાસામાં વરસાદના પાણીની છેલ આવે છે તે પાણી ખેતરમાંથી થઇ દરીયામાં જાય છે ત્યારે હજુ ઘેડ પંથકમાં પુરતો વરસાદ પડયો ન હોય ખેડુતો ચિંતામાં હતા. પરંતુ ઉપરવાસથી ભાદર ઓઝત અને મધુવંતી નદીના પાણીની આવક ચાલુ રહેતા ખેડુતો ચિંતામુકત થયા છે. ખેતરોમાં પાણી ઓછુ થયા બાદ તેવો વિવિધ પાક લઇ શકશે.કુતિયાણા તાલુકા પાસે ઘેડના અમીપુર મહીયારી સેગરસ છત્રાવા વગેરે ગામોના ખેડુતો વિવિધ પાક લઇ શકશે. બરડા ડુંગરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડુતો મગફળી અને કપાસ પાક લઇ શકશે.

(1:20 pm IST)