Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પોરબંદરના દરિયામાં ર૦ થી ૩૦ કી.મી. ઝડપે ફુંકાતો પવનઃ કાંઠે ર ફુટ ઉછળતા મોજા

પોરબંદર તા. ર : શહેરમાં ધાબડીયુ વાતાવરણ અને દરિયામાં ર૦ થી ૩૦ કી.મી. ઝડપે પવન તથા કાંઠે દોઢથી બે ફુટ મોજા ઉછળી રહ્યા છે ખંભાળા જળાશયમાં આજે સવારે છાંટા પડયાં હતા.

ગુરૂત્તમ ઉષ્ણતામાન ૩૦,૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન રર,૮ સે.ગ્રે. રર,૮ સે.ગ્રે. સવારનું ઉષ્ણતામાન ર૮ સે.ગ્રે. પવનની ગતી ૧૭ કી.મી. (જમીન ઉપર હવાનું દબાણ ૧૦૦૪,૪ એચ.પી.એ સુર્યોદય ૬,ર૪ તથા સુર્યાસ્ત ૭,૩૦ મીનીટે ખંભાળા જળાશય ર૩.પ ફુટ ફોદાળા જળાશય ૧૪,૪ ફુટ પાણી.

(1:22 pm IST)