Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીના ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહીત છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

બી ડીવીઝન પોલીસે રોકડ રકમ રૂ.૨૩૮૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીના ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલાસ સહીત છ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી, ઇલ્યાસભાઈ હાજીભાઇ મોવર, સલીમભાઈ હુશેનભાઈ મોવર, દિલાવરભાઈ આમદભાઈ મોવર, ખતીઝાબેન અબ્બાસભાઈ ભટ્ટી અને સલમાબેન આમદભાઈ મોવરને રોકડ રકમ રૂ.૨૩૮૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(4:29 pm IST)