Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કચ્છમાં કોરોના દરમ્યાન પરિવારનું છત્ર ગુમાવનાર બાળકો સાથે પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે લીધું સ્નેહ ભોજન

માતા-પિતા બન્ને ગુમાવનાર અને એક વાલી ગુમાવનાર ૫૪ બાળકો, સરકાર બાળ સેવા યોજના નીચે દર મહિને ચૂકવે છે સહાય

ભુજ : કચ્છ જીલ્લામાં સંવેદના દિન-સેવા સેતુ કાર્યક્રમ બાદ પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે  અગ્રણી કેશુભાઇ પટેલ, હિતેશભાઇ ચૌધરી, ભુજ ધારાસભ્ય શ્રીમતી ડો.નીમાબેન આચાર્ય તેમજ કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ મદદનીશ કલેકટર અતિરાગ ચપલોત, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દિપાબેન લાલકા, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર તથા ઉપ પ્રમુખ શ્રીમતી રેશ્માબેન ઝવેરી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડિયા, જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી વિપુલ ડોરિયા, મામલતદાર, શહેર-ભુજ સી.એન.પ્રજાપતિ, નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકીએ કોરોના મહામારીથી અનાથ બનેલા બાળકો માટે સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતાની મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કચ્છ જિલ્લામાં કુલ-૫૪ બાળકોના માતાપિતા અને એકવાલી મૃત્ય પામેલા બાળકો સાથે બપોરનુ ભોજન લીઘુ હતું અને મહાનુભાવો દ્રારા બાળકો સાથે સંવાદ કરવામાં આવેલ જેમાં બાળકોએ હર્ષભેર ભાગ લીઘેલ હતો.

 

સમાજ સુરક્ષા કચેરીના અઘિકારી/કર્મચારી તથા જીલ્લા બાળ સુરક્ષા અઘિકારીની કચેરીના આઇ.ઇ.ડી.એસ.એસ.ના શિક્ષકો, સેતુ અભિયાનના પ્રતિનિઘિઓ, CRY યુનિસેફના કર્મચારી દ્રારા આ પ્રસંગે વિવિઘ યોજનાઓની માહીતી આદાન પ્રદાનમાં કરાઇ તેમ જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી એ.પી.રોહડીયાએ જણાવેલ.
જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી વિપુલ ડોરિયા દ્રારા જણાવવામાં આવેલ કે આજના દિવસે કચ્છ જીલ્લામાં યોજાયેલ વિવિઘ શહેરી તથા તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળની કુલ-૬૬ અરજીઓ આવેલ હતી. પ્રારંભિક તબકકે અગાઉ આવેલી કુલ-૧૧૯ અરજીઓનુ ઓનલાઇન ચુકવણું આજ રોજ કરવામાં આવેલ હતું. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બેંક ખાતામાં સીધી સહાય ચૂકવવામાં આવી છે. તે પૈકી હાજર રહેલ બાળકોને સમાજ સુરક્ષા કચેરી ભુજ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ-ભુજ દ્રારા સહાય મંજુરીના આદેશો, સ્કુલ બેગ, વોટર બેગ અને એસ.ઓ.એસ.ચિલ્ડ્રન વિલેઝ સંસ્થા દ્રારા બાળકોને પરિવાર દિઠ ઇનડોર રમતના સાઘનો અને વિવિઘ પ્રકારની સ્ટેશનરી રાજયકક્ષાના મંત્રી તથા મહાનુભાવોના હસ્તે આપવામાં આવેલ

(8:52 pm IST)