Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ઓરેવા ગ્રુપના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.

મોરબી : પાટીદાર રત્ન જયસુખભાઇ (ઓરેવા ગ્રુપ) ના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા ટાઉનશીપ, યુનિક સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશનમાં  કેમ્પમાં બ્લડ  ડોનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન આશરે ૮૦ બોટલ બ્લડ એકઠું થયેલું, આશરે ૧૬ લોકોએ ચક્ષુદાનનો અને ચાર લોકોએ દેહ દાનનો સંકલ્પ કર્યો હતો. બ્લડ ડોનેશન કરનાર દરેક ડોનરોને ઓરેવા ગ્રુપ તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો. દીપ પ્રાગટ્યમાં ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતાં.
લોક હીત અને લોક કલ્યાણના આ કાર્યમાં મનુભાઈ જાકાસનીયા રતિલાલ ભાલોડિયા, મહેન્દ્ર ભાઈ કડીવાર, રણછોડભાઈ મોરી, નરેન્દ્રભાઈ કાલરીયા, જયેશ ભાઈ કાલરીયા જેવા દરેક મેમ્બરોએ  જહેમત ઉઠાવી હતી  આ સેવાકીય કાર્યમાં અજંતા-ઓરેવા ગ્રૂપના એમડી અને પાટીદાર રત્ન  જયસુખભાઇએ આપેલ યોગદાન બદલ સમગ્ર ટીમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(9:43 pm IST)