Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી જિલ્લાના 225 તલાટીઓ કાલથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર.

તલાટીઓએ પડતર પ્રશ્ન અંગે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ:ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે

મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં મોરબી જિલ્લાના 225 તલાટીઓએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે. જો કે તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે.
મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના પર પ્રમુખ ભાવેશભાઈ કાસુન્દ્રા અને મહામંત્રી રવિભાઈ હુંબલએ જણાવ્યું હતું કે, વર્ષોથી તલાટી મંત્રીઓના અનેક પ્રશ્નો અણઉકેલ છે. વર્ષ 2018થી તલાટી કમ મંત્રી મહામંડળના નેજા હેઠળ તલાટીઓ પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. જેમાં સરકારમાં અનેક વખત રજુઆત અને આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં સરકારે મચક ન આપતા હવે તલાટીઓની ધીરજ ખૂટી છે અને મોરબી જિલ્લાના તલાટીઓ આવતીકાલ તા.2 ઓગસ્ટથી મુદતની હડતાલ ઉપર ઉતરશે તેવી જાહેરાત કરી છે. જો કે વચ્ચે તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે. આ સિવાયની તમામ કામગીરીનો બેહિષ્કાર કરશે.

(9:45 pm IST)