Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભુજમાં ભુજીયા ડુંગર તળેટીમાં યોજાનાર મેળા પ્રસંગે ટ્રાફિક નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આર.ટી.ઓ સર્કલથી આત્‍મારામ સર્કલ તરફ આવતા વાહનો ભુજીયા તળેટી તરફ નહીં આવી શકે

ભુજ: શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નાગપંચમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે લોકમેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્‍યામાં લોકો ભાગ લે છે અને આ સ્‍થળની આજુબાજુના રોડ પર વાહનોની અવરજવર વિશેષ પ્રમાણમાં રહે છે. જેથી કાયદો અને વ્‍યવસ્‍થા તથા વાહન વ્‍યવહાર જાળવવાના હેતુસર આ મેળાના પ્રસંગે વાહન વ્‍યવહારનું નિયમન કરવાનું જરૂરી જણાય છે. જેથી કચ્‍છ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ પ્રવિણા ડી.કે દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૦૨/૮/૨૦૨૨ના સવારના ૬ કલાકથી સાંજના ૨૩ કલાક સુધી અનુસૂચિમાં જણાવેલ ભુજ શહેરના રસ્‍તાઓ વાહન વ્‍યવહાર માટે બંધ રાખવા ફરમાવેલ છે.

અનુસૂચિ મુજબ આર.ટી.ઓ સર્કલથી આત્‍મારામ સર્કલ તરફ આવતા વાહનો ભુજીયા તળેટી તરફ નહીં આવી શકે, પરંતુ આર.ટી.ઓ સર્કલથી માધાપર તરફ જઇ શકશે. સરદાર વલ્‍લભભાઇ પટેલના(મિન્હાજ સર્કલ) પુતળાથી આત્‍મારામ સર્કલ ચાર રસ્‍તા તરફ આવતા વાહનો આત્‍મારામ સર્કલ ચાર રસ્‍તા તરફ નહીં આવી શકે પરંતુ સુરલભીટ ચાર રસ્‍તાથી માધાપર જઇ શકશે. જથ્થાબંધ માર્કટ થી આત્મારામ સર્કલ ચાર રસ્તા તરફ આવતા વાહનો નહિ આવી શકે. પરંતુ સુરલભીટ ચાર રસ્તા થઇ કે માધાપર તરફ આવ જાવ કરી શકાશે.

        ઉપરોકત જાહેરનામાથી પોલીસ ખાતાનાં તથા અન્‍ય સરકારી ફરજ પરનાં વાહનો, પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્‍થળ પરના સહાયક અધિક્ષક દ્વારા અધિકૃત કરેલાં વાહનોને મુકિત આપવામાં આવે છે.

(11:34 pm IST)