Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કચ્છમાં લમ્પીનો ફફડાટ : એક જ ગામ બિદડામાં લમ્પીએ ૧૫૮ ગૌવંશનો ભોગ લીધો

તંત્રની સતાવાર યાદીમાં માહિતી, બિદડામાં ૬૬ બિનવારસી ગાયના મૃત્યુ, પાંજરાપોળ ખાતે ૫૬, ગામમાં ૩૬ એમ કુલ ૧૫૮ ગામના લમ્પીથી મૃત્યુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

 કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૨ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયુ છે તેમજ ૪૯ હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ છે. ૩૭ હજારથી વધુ પશુઓ અસરગ્રસ્ત છે . ગૌશાળા-પાંજરાપોળમાં ૪૬ હજારથી વધુ પશુઓની રસીકરણ કરવામાં આવ્યું છે.

             તે પૈકી માંડવી તાલુકામાં કુલ ૨૧૭૬૨ ગાયોનું રસીકરણ કરાયું છે તેમજ ૩૪૭૮ પશુઓની ઉત્તરોત્તર સારવાર ચાલી રહી છે. બિદડા ગામમાં ૧,૦૬૨ ગાય છે. જેમાં ૪૮૦ ગાયનું માલિકોએ અંગત ધોરણે રસીકરણ કરાવ્યું છે. બિદડા ગ્રામ પંચાયતના રિપોર્ટ મુજબ બિદડામાં ૬૬ ગાયના મૃત્યુ (બિનવારસી),  પાંજરાપોળ ખાતે ૫૬, ગામમાં ૩૬ એમ કુલ ૧૫૮ ગામના લમ્પીથી મૃત્યું પામ્યા છે. માંડવી તાલુકાના બિદડાની પાંજરાપોળની તમામ ૧,૬૦૦ ગાયોનું થયુ રસીકરણ કરાયુ છે એમ મુન્દ્રા- માંડવી લમ્પિ રોગ તાલુકા નોડલ લાયઝન અધિકારીશ્રી ડૉ.વી.ડી.રામાણી દ્વારા જણાવાયું છે.

                તેમના જણાવ્યાનુસાર કચ્છ જીલ્લામાં  પ્રવર્તમાન ગાંઠદાર ચામડીનો જોવા મળેલ છે . જેમા માંડવી તાલુકાના દરેક ગામોમા આ રોગ નોંધાયેલ છે . જે રોગ અંતર્ગત તાલુકા કક્ષાએથી આ રોગને કાબુમા લેવા જિલ્લા વહીવટી તંત્રના તથા પશુપાલન વિભાગ ગાંધીનગરના સીધા માર્ગદર્શન હેઠળ હાલ ૬ ( છ ) ટીમો દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છે . તા. ૩૧/૭/૨૦૨૨ સુધીમા આ રોગ અન્વયે ૩૮૨૭ પશુઓની સારવાર કરવામાં આવી તથા ૨૨૭૮૧ પશુને રસીકરણ કરવામા આવ્યું . અંતર્ગત માંડવી તાલુકામાં આવેલ વિવિધ ૧૧ જેટલી ગૌશાળા / પાંજરાપોળની મુલાકાતો લઈ અને જરૂરી સારવાર અને ૪૫૦૦ જેટલા પશુઓનું રસીકરણ કરવામા આવેલ છે . તે ઉપરાંત માંડવી આઈસોલેસન સેન્ટર તથા મસ્કા આઇસોલેસન સેન્ટરની દૈનિક મુલાકાતો લઈ જરૂરી સારવાર કરવામા આવી રહી છે . તાલુકામાં કાર્યરત નાના રતડીયા ખાતેની ૧૯૬૨ એમ્બુલન્સને ફક્ત ઈમર્જન્સી LSD રોગની સારવાર અર્થે ફાળવેલ છે . તે ઉપરાંત અલગ અલગ ગામોના રૂટ અર્થે તથા તે ગામોમા સારવારની કામગીરી માટે ૩ ( ત્રણ ) ૧૯૬૨ એમ્બુલન્સને ફાળવેલ છે . આ બધી રસીકરણ તથા સારવારની કામગીરી પશુમાલિકના ઘરે ઘરે જઈ અને નિ : શુલ્ક કરવામા આવે છે .             આ ઉપરાંત બિદડા ગામ મુકામે તા .૧૫ / ૭ / ૨૦૨૨ ના રોજ પાંજરાપોળ ખાતે તથા તા .૨૪ / ૭ / ૨૦૨૨ ના રોજ પશુદવાખાના બિદડા ખાતે કેમ્પનું આયોજન રાખવામાં આવ્યુ હતુ.  જેમા  ૧૧૧ તથા ૧૯૫ ગાય વર્ગના પશુઓને નિ : શુલ્ક સારવાર આપવામા આવી હતી .

તદઉપરાંત બિદડા ગ્રામ પંચાયત ના રેકર્ડ મુજબ બિનવારસુ પશુ -૬૬ માલિકીના પશુ -૩૬ અને પાંજરાપોળ ખાતે -૫૬ પશુમરણ નોંધાયેલ છે . બિદડા પાંજરાપોળ ખાતે આત્યાર સુધી ૧૬૦૦ પશુઓને તથા ગામ વિસ્તારમા ૪૮૦ જેટલા પશુઓને રસીકરણ કરાવેલ છે હાલ બિદડાની આસપાસના પીપળી, નાના ભાડીયા, તલવાણા, માનવ મંદિરમાં  બે સ્થળે ,ગુંદિયાળી ગામોમાં આરોગ્ય સારવાર ચાલુ છે એમ મુન્દ્રા- માંડવી લમ્પિ રોગ નિયંત્રણ તાલુકા નોડલ લાયઝન અધિકારીશ્રી ડૉ.વી.ડી.રામાણી દ્વારા જણાવાયું છે.

(10:26 am IST)