Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાખડી સ્‍પર્ધા

જામનગર : જૈન શકિત ગ્રુપ-સીલ્‍વર સહેલી કલબ અને શાષાી ત્રંબકરામ હાઇસ્‍કુલના સંયુકત ઉપક્રમે રાખડી સ્‍પર્ધાનું આયોજન શ્રીમતી પાર્વદેવી સ્‍કૂલ ખાતે કરવામાં આવેલ . જૈન શકિત ગ્રુપના પ્રમુખ વિજયભાઇ શેઠ તથા યંગ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી ઉપસ્‍થિત રહેલ હતા. તથા નિર્ણાયક તરીકે શિલ્‍પા ઝવેરી તથા પાયલ કોઠારી રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા જૈન શકિત ગ્રુપના જય દોશી તથા જસ્‍મીન વોરા, સીલ્‍વર સહેરી કલબના પ્રમુખ શ્રીમતી શર્મિલાબા સોલંકી, જયોતીબેન મોખા, શાષાી ત્રંબકરામ હાઇસ્‍કૂલના શ્રીમતી પ્રિતીબેન શાષાી તથા ઓમભાઇ શાષાી, નિશીથભાઇ દોશી, વગેરે જહેમત ઉઠાવેલ હતી. જેમાં ગ્રુપ-એ શ્રૃતિ ગોસાઇ, ખુશી નીમાવત, પ્રીયા મગવાનીયા, જ્‍યારે ગ્રુપ-બી શ્રુતિ પરમાર, નેહા મકવાણા, સોનલ તથા ગ્રુપ -સી શ્રુતિ જોષી, વૈશાલી પરમાર અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતા થયેલ વિજેતાઓને સંસ્‍થા તરફથી પુરસ્‍કારો તથા ભાગ લેનાર તમામ બહેનોને વિજયભાઇ શેઠ તથા શાળા તરફથી પુરસ્‍કાર અર્પણ કરવામાં આવેલ. (તસ્‍વીરઃ વિશ્વાસ ઠક્કર)

(10:27 am IST)