Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

બહેનો રમતા-રમતા બાક્‍સ સળગાવતા આગમાં ભાઇ ભડથુ

હળવદ તાલુકાના ઘનશ્‍યામપુર ગામે સર્જાઇ કરૂણ દુર્ઘટના

(દીપક જાની દ્વારા)હળવદ,તા. ૨ : તાલુકાના ઘનશ્‍યામપુર ગામે સર્જાયેલ કરુણ દુર્ઘટનામાં ત્રણ વર્ષની બાળકીએ બાક્‍સથી રમતા - રમતા દીવાસળી સળગાવતા પળવારમાં જ આ ચિંગારીએ વિકરાળ રૂપ ધારણ કરી લેતા ખાટલમાં સુતેલા છ માસના બાળકનું આગની ચપેટમાં આવી જતા મૃત્‍યુ નીપજયું હતું.

આ કરુણ દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્‍યામપુર ગામે મેરામણભાઇ સામતભાઇ સગરની વાડીએ રહી મજૂરી કામ કરતા મુકેશભાઇ રમણલાલ ચૌહાણ ઉ.૨૨マ હળવદ પોલીસ સમક્ષ જાહેર કરતા જણાવ્‍યું હતું કે તેમને સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી અનિશા અને છ માસનો પુત્ર રાજેશ છે. જેમાં ગઈકાલે રાજેશને ખાટલા ઉપર ચાદર ઓઢાડી સુવડાવ્‍યો હતો.

આ સમયે મુકેશભાઈની પુત્રી અનિશા ઉ.૩ બાક્‍સ લઈને ખાટલા પાસે રમતી હતી ત્‍યારે રમતા રમતા બાક્‍સ સળગાવતા ખાટલામાં આગ લાગી હતી અને ખાટલા ઉપર સુતેલ છ માસના રાજેશનું આગની ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મૃત્‍યુ નીપજયું હતું. આ કરુણ બનાવ મામલે હળવદ પોલીસે અકસ્‍માતે મૃત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(10:33 am IST)