Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જામનગરમાં બે શખ્‍સો ૭ કાર્તુસ બે પિસ્‍તોલ સાથે ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨: જીલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂની સુચના મુજબ એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે. ગોહિલ તથા પો.સબ ઇન્‍સ આર.બી. ગોજીયા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્‍ટાફના માણસો પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે માહિતી એકઠી કરવામા આવેલ. હતી

દરમ્‍યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા તથા ફિરોઝભાઇ ખફી તથા યોગરાજસિંહ રાણા ને મળેલ હકિકત આધારે આરોપીઃ- તનવીરભાઇ ઇકબાલભાઇ ખત્રી રહે. જામનગર ખોજાગેઇટ રતનબાઇ કન્‍યા શાળા સામે વાળાને ખોજાગેઇટ ચોકમાથી પિસ્‍ટલ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-પ૫ કિ.રૂ. ૫૦૦/- મળી કુલ રૂ.૨૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી,મજકુર વિરૂધ્‍ધ પો.હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ. દિલીપભાઇ તલાવડીયા એ કાર્યવાહી કરેલ છે.

જેમા હથિયાર સપ્‍લાય કરનાર અફજલભાઇ અનવરભાઇ ખત્રી રહે.ચેચાઇ ગામ જીલ્લો - રેવા મધ્‍યપ્રદેશ ને પકડી પાડવા માટે તજવીજ કાર્યવાહી કરવામા આવેલ છે.

તેમજ એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ તથા શીવભદ્રસિંહ જાડેજા મળેલ હકિકત આધારે આરોપીઃ- હશનભાઇ આમદભાઇ ખફી રહે. જામનગર સુમરા ચાલી, ઉનની કંદોરીવાળા ને પવનચકી બસ સ્‍ટોપ પાસેથી પિસ્‍ટલ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ. ૨૦૦/- મળી કુલ રૂ. ૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્‍ધ પો.હેડ કોન્‍સ. દોલતસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા એ કાર્યવાહી કરેલ છે.

મજકુર ઇસમને હથિયાર સપ્‍લાય કરનાર નાશીરભાઇ ગફારભાઇ ખફી રહે. સનસીટી-૦૧ મોરકંડા રોડ, જામનગર ને પકડી પાડવા માટે તજવીજ કાર્યવાહી કરવામા આવેલ છે આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે. ગોહીલની સુચના થી પો.સ.ઇ.  આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(10:53 am IST)