Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વિરડી ગામે સુરત અને ભાવનગરમાંથી ચોરેલ ૩ વાહન સાથે બે બાળકિશોર સહિત ત્રણને ઝડપી લેવાયા

અમરેલી,તા. ૨ : પોલીસ અધિક્ષક હિમકર સિંહે અમરેલી જીલ્લામાં ગે.કા. પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલકત સબંધી અનડિટેક્‍ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્‍ટે વિસ્‍તારમાં સઘન પેટ્રોલિંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ. પી.વી.પલાસ તથા વંડા પોલીસસ્‍ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્‍યાન હકિકત મળેલ કે ત્રણ ઇસમો અલગ-અલગ નબર પ્‍લેટ વગરની મો.સા લઇ ને વિરડી ગામના બસ સ્‍ટેન્‍ડ તરફ આવી રહેલ છે.

જેથી તુર્તજ બાતમી વાળી જગ્‍યાએ જઈ અલગ-અલગ નબર પ્‍લેટ વગરની ત્રણ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને શંકાસ્‍પદ હાલતમાં ઝડપી પાડેલ અને મો.સા અંગે સાધનિક કાગળો માંગતા નહી હોવાનું જણાવેલ જેથી સદરહું મોટરસાયકલ બાબતે મજકુર ઇસમોને પુછપરછ કરતા પોતે જણાવેલ કે સદરહું મો.સા.માંથી એક મો.સા સુરત મુકામે ભાગલ ચોકડીથી આગળ બીઆરટીએસના બસ સ્‍ટેન્‍ડ પાસેથી ચોરી કરેલ અને બે મો.સા વિઠ્ઠલવાડો બજરંગદાસ પેટ્રોલ પંપ પાસેથી તથા વિશ્વકર્મા સર્કલ ભાવનગર ખાતેથી ચોરી કરેલાનું જણાવતા હોય જે ચોરી કરેલ ત્રણ મોટરસાયકલની આશરે કિ રૂ ૧,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે  ભૌતીકભાઇ જયંતીભાઇ બારડ ઉ.વ.૨૦ ધંધો.હીરાકામ રહે.વિરડી તા.સાવરકુંડલા તથા બે બાળકિશોરને ઝડપી લેવાયા હતા. 

(11:59 am IST)