Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

અમરેલી જીલ્લા બે શખ્‍સો પાસા હવાલે

અમરેલી : પ્રોહી બુટલેગર ઇસમની સમાજ-વિરોધી પ્રવૃતિ તથા શરીર સંબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી ઝિલ્લા મેજિસટ્રેટ ગૌરાંગ મકવાણા એક સાથે બે ઇસમોના પાસા વોરંગ ઇસ્‍યુ કરતા, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા દારૂના ધંધાર્થી અવધ ભરતભાઇ જીયાણી, (ઉવ.૨૫) રહે. ચલાલા સાટોડીપરા તા. ધારી તે પાસા તળે મધ્‍યસ્‍થ વડોદરા તથા ભયજનક ઇમસ કનુ બાબુભાઇ લાખાણોત્રા (ઉવ.૩૦) રહે. જુની બારપટોળી તા. રાજુલાને પાસા તળે પાલરા સ્‍પેશ્‍યલ જેલ કચ્‍છ-ભુજ ખાતે મોકલેલ છે.

(11:58 am IST)