Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જામજોધપુરના ગુન્‍હાનો આરોપી ઝડપાયો

ખંભાળીયા : જામજોધપુર પોલીસ સ્‍ટેશન પ્રોહી ગુ.ર.નં. ૩/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ઇ વિ. ગુન્‍હાના કામે દેશીપીવાના દારૂનો વિશાળ જથ્‍થો દેશી દારૂ લીટર ૩૨૨૫ કિ.રૂા. ૬૪,૫૦૦ નો જથ્‍થો પકડાયેલ હતો અને આ ગુન્‍હાના કામે નાસતા ફરતા બાઘાભાઇ વેજાભાઇ કોડીયાતર (ઉવ.૩૫) ધંધો-માલધારી રહે અજમાપાટનેશ, બરડો ડુંગર તા. રાણાવાવને ઝડપી લીધેલ છે. આ કાર્યવાહીમાં એલ.સી.બી.માં ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. પી.સી.શીંગરખીયા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી. ગળચર તથા બી.એમ.દેવમુરારી, એએસઆઇ કેશુરભાઇ ભાટીયા, સજુલા જાડેજા, દેવસીભાઇ ગોજીયા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, જયદેવસિંહ ભીખુભા, ભરતભાઇ ચાવડા, નરસીભાઇ સોનગરા, હેડ કોન્‍સ. જીતુભાઇ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, અરજણભાઇ મારૂ, મહેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, મેહુલભાઇ રાઠોડ, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, સચીનભાઇ નકુમ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(2:36 pm IST)