Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

આજે કથાકારોની સુલભતા એ શ્રી તુલસીદાસજીનો પ્રતાપ : શ્રી રામકૃષ્‍ણદાસજી રામાયણી

શ્રી મોરારીબાપુના સાનિધ્‍યમાં શ્રી કૈલાસ ગુરુકુળ મહુવામાં તુલસી સાહિત્‍ય સંગોષ્‍ઠિનો પ્રારંભ : ગુરૂવારે એવોર્ડ અર્પણ સમારોહ

(મુકેશ પંડિત - મેઘના વિપુલ હિરાણી દ્વારા) ઇશ્વરીયા - ભાવનગર તા. ૨ : શ્રી મોરારિબાપુના સાનિધ્‍યમાં શ્રી કૈલાસ ગુરુકુળ મહુવામાં તુલસી જન્‍મોત્‍સવ પ્રસંગે તુલસી સાહિત્‍ય સંગોષ્ઠિનો ગઇકાલથી પ્રારંભ થયો છે. વિદ્વાનોના વક્‍તવ્‍યો દરમિયાન શ્રી રામકૃષ્‍ણ દાસજી રામાયણીએ કહ્યું કે, આજે કથાકારોની સુલભતા એ શ્રી તુલસીદાસજીનો પ્રતાપ છે, કારણ કે તેઓએ સ્‍થાનિક ભાષામાં રામચરિત માનસ આપ્‍યું છે.

શ્રી તુલસીદાસજી જન્‍મ મહોત્‍સવ સંદર્ભે શ્રી કૈલાસ ગુરુકુળ મહુવામાં આજથી ચાર દિવસ માટે દેશના વિદ્વાન કથાકારો તુલસી સાહિત્‍ય સંગોષ્ઠિમાં જોડાયા છે, જેઓના દ્વારા વિવિધ પ્રસંગ વર્ણન સાથે ચિંતન અને સંકીર્તન લાભ મળી રહ્યો છે.

તુલસી સાહિત્‍ય સંગોષ્ઠિના દીપ પ્રાગટ્‍ય સાથેના પ્રથમ સત્ર દરમિયાન સવારના ભાગે અયોધ્‍યાના શ્રી રામકૃષ્‍દાસજી રામાયણી એ કહ્યું કે, આજે મોટી સંખ્‍યામાં કથાકારો સુલભતા એ શ્રી તુલસીદાસજીનો પ્રતાપ છે. તત્‍કાલીન સમયમાં શાષાો અને સંસ્‍કૃત સમજનાર વર્ગ ઓછો હતો ત્‍યારે તેઓએ સ્‍થાનિક ભાષામાં રામચરિત માનસ આપ્‍યું જે વક્‍તા અને શ્રોતા બંને માટે સરળ રહ્યું. આમ કથાકારો સંખ્‍યામાં વધારાનો લાભ સમાજને મળી રહ્યો છે.

સંગોષ્ઠિ પ્રારંભે સંકલનમાં રહેલ શ્રી હરિંદ્રભાઈ જોષીએ શ્રી મોરારિબાપુ વતી સૌને આવકાર આપી આયોજન વિગત આપી હતી. પ્રથમ સત્રના સંયોજક તરીકે શ્રી સુધીરચંદ્રજી ત્રિપાઠી રહ્યા હતા.

સવારના પ્રથમ સત્રમાં વક્‍તા શ્રી માનસમધુકર દીનેશજી ત્રિપાઠીએ કલાત્‍મક રીતે વિશેષણો અને ભાષાના ઉપયોગ સાથે ભક્‍તિની વ્‍યાખ્‍યા કરી જણાવ્‍યું કે પ્રેમમાં ભગવાનને જોડવાથી તે ભક્‍તિ બને છે. તેઓએ આ સાથે સ્‍વામી શ્રી કરપાત્રીજીનું સ્‍મરણ કર્યું હતું.

આ સાથે જ વક્‍તા શ્રી પ્રજ્ઞા મિશ્રા ગાર્ગીજી, શ્રી પ્રદીપજી, શ્રી રામચંદ્રદાસજી, શ્રી બાલ વ્‍યાસ માનસ, શ્રી જયાજી પાઠક, શ્રી વેદપ્રકાશ મિશ્ર તથા શ્રી કમલેશજી દ્વારા પ્રાસંગિક ઉદબોધન થયા હતા.

ગઇકાલે પ્રથમ દિવસના બીજા સત્રમાં અયોધ્‍યાના મહંત શ્રી નરહરિદાસજી ભક્‍તમાલીએ સૌને રાગ રાગિણી સાથે ભજન ગામમાં ડોલાવ્‍યા અને શ્રી મોરારિબાપુ પ્રત્‍યે તેઓએ સુંદર ભાવ વ્‍યક્‍ત કર્યો.

બીજા સત્રમાં શ્રી રામેશ્વરદાસજી મહારાજ, શ્રી પ્રકાશચંદ્ર વિદ્યાર્થી, શ્રી કુમકુમ મિશ્રાજી, શ્રી જયા કિશોરીજી, શ્રી દેવાનંદ મિશ્ર, શ્રી માનસ મંદાકિનીચંદ્ર મિશ્ર, શ્રી અજયશંકર ભાર્ગવ તથા સ્‍વામી શ્રી અલાનંદજીએ તેમના વિદ્વતભર્યા વક્‍તવ્‍યો આપ્‍યા. આ સત્રના સંયોજનમાં શ્રી વેદપ્રકાશ મિશ્ર રહ્યા હતા.

શ્રી કૈલાસ ગુરુકુળમાં ગઇકાલ સોમવારથી બુધવાર દરમિયાન સંગોષ્ઠિ અને ગુરૂવારે તુલસી જન્‍મોત્‍સવ પ્રસંગે વિદ્વાન કથાકારોને શ્રી મોરારિબાપુના હસ્‍તે વાલ્‍મીકિ, વ્‍યાસ અને તુલસી સન્‍માન અર્પણ કરવામાં આવશે. આ આયોજન લાભ માટે દેશભરમાંથી વિવિધ વક્‍તા મહાનુભાવો સામેલ થયા છે.(૨૧.૮)

લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્‍યક્‍ત કરી રાહતરાશિ અર્પતા પૂ. મોરારિબાપુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ : થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ કે કેમિકલ પીવાને કારણે ૫૭ જેટલા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્‍યા હતા. તે ઉપરાંત અનેક લોકોને અન્‍ય ઈજાઓ પણ થઈ હતી.આ ઘટનામાં મૃત્‍યુ પામનાર લોકોના પરિવારજનો માટે બેવડા આઘાતને સહન કરવાની સ્‍થિતિ સર્જાઈ છે. એક તરફ ઘરની મહત્‍વની વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું.ᅠᅠ

વ્‍યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્‍યા તે ઘટના નિંદનીય છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે પરંતુ પરિવારની કોઈ વ્‍યક્‍તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ?ᅠ આથી મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટનામાં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્‍યક્‍ત કરી છે અનેᅠ પ્રત્‍યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ૫૦૦૦ની તત્‍કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્‍યું છે.ᅠ બે લાખ પચાસ હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્‍ટના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ જઈ પહોચતી કરવામાં આવશે. પુજય મોરારિબાપુએ પુનઃ એક વખત ફરી આ કરૂણ ઘટનાને કારણે જે પરિવારો નિઃસહાય બન્‍યા છે તેમનાં પરત્‍વે વિશેષ સંવેદના વ્‍યક્‍ત કરી છે.

(10:56 am IST)