Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગોંડલ શહેર-ગ્રામ્‍યમાં પીજીવીસીએલનું ચેકીંગઃ ૩૦-૩પ ટીમો ઉતારાઇઃ

કેટલાય લંગરીયા પકડાશે

રાજકોટ તા. ર :.. પીજીવીસીએલ. દ્વારા રાજકોટ રૂરલ સર્કલના ગોંડલ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે સવારથી ચેકીંગ શરૂ કરવામાં આવ્‍યું છે. તંત્ર દ્વારા ગોંડલ શહેર અને ગ્રામ્‍યમાં ૩૦ થી ૩પ ટીમો ઉતારવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઘણા સમયથી વીજ ચોરીની ફરીયાદો ઉઠી રહી છે, અને રોજે રોજ વીજ ચોરી પકડાય છે ત્‍યારે આજે સવારથી ગોંડલ પંથકમાં વિજ ચેકીંગથી વિજ ચોરી કરનારાઓમાં સોંપો પડી ગયો છે. તંત્રને મોટી વિજ ચોરી પકડાવાની અને મોટાપાયે લંગરીયા પકડાવાની આશા છે, ૧ર થી ૧પ ગામડાઓમાં પણ ટીમો ઉતરી પડી છે.

(2:29 pm IST)