Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શ્રી સોમનાથ મહાદેવને ૧૫ સોનાના કળશ - ૫૦ ધ્‍વજારોહણ અર્પણ

શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભારે ભીડઃ હર...હર... મહાદેવના નાદથી સોમનાથ ક્ષેત્ર ગુંજી ઉઠયુઃ ભાવિકોની ભારે ભીડ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યમાં શ્રાવણ માસના પહેલા સોમવારે દેશ વિદેશમાંથી શિવભકતો ઉમટી પડેલ હતા અનેક રાજયમાંથી પગપાળા કાવડીયાઓ આવેલ તેમજ ગીર સોમનાથ જીલ્લામાં જેને માનતા માનેલ હોય તેવા શ્રઘ્‍ધાળુઓ આખી રાત ચાલીને વ્‍હેલી સવારે પહોંચેલ હતા દર્શન ખુલતા હર હર મહાદેવ જય સોમનાથના નાદ સાથે આખું પરીષર ગુંજી ઉઠેલ હતું.

સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશથી યાત્રીકો આવેલ હતા. વ્‍હેલી સવારે ૪ વાગ્‍યે દ્રાર ખુલતા પહેલાજ લાંબી કતારો લાગેલ હતી. દર્શન ખુલતા હર હર મહાદેવ જય સોમનાથના નાદ સાથે આખો વિસ્‍તાર ગુંજી ઉઠેલ હતો સોમનાથ ટ્રસ્‍ટ દ્રારા આખો દિવસ કાર્યક્રમો યોજાયેલ હતો.

રાત્રે ૧૦ વાગ્‍યા સુધી ૧૮ કલાક મંદિર ખુલ્લું રહેલ હતું ૭પ હજાર થી વધારે શિવભકતોએ ભોળાનાથ ને શિશ નમાવેલ હતા ઓન લાઈન ઓફ લાઈન પ૦ થી વધારે ઘ્‍વજા રોહણ,૧પ થી વધારે સોનાના કળશ ચડાવાયાહતા તત્‍કાલ પુજા તેમજ નાની મોટી પુજાઓ હજારો નોંધાયેલ હતી તેનું ૧પ૦ થી વધારે ભુદેવો દ્રારા વીધી પુર્ણ કરાયેલ હતી પાલખી યાત્રા,બોરસલી શ્રંૃગાર સહીત અનેક કાર્યક્રમો યોજાયેલ હતા.

 સોમનાથ ટ્રસ્‍ટ દ્રારા મંદિર પરીષર થી પાંચ કીલો મીટર સુધી માં શિવભકતોને કયાંય મુશ્‍કેલી ન પડે તે માટે અનેક વ્‍યવસ્‍થાઓ ગોઠવેલ  હતી તેમજ સફાઈ કામદારો દ્રારા આખા વિસ્‍તારનો ચોખ્‍ખો ચણકા બનાવેલહતો એસ.પી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી, સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી, પી.આઈ,પી.એસ.આઈ સહીત અનેકે સજજડ બંદોબસ્‍ત ગોઠવેલ હતો તેમજ દાતાઓ દ્રારા ભવ્‍ય ભોજનભંડારા કાર્યરત રહેલ હતા સોમનાથ ટ્રસ્‍ટ ભોજનાલાય, ડોંગરેજી મહારાજ અન્‍નક્ષેત્રમાં ભોજન માટે શિવભકતોની ભારે ભીડ રહેલ હતી.

(11:43 am IST)