Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ધ્રાંગધ્રાનો ૨૮ ગુન્‍હાનો આરોપી ઝડપાયો

 વઢવાણ : ધ્રાંગધ્રા સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૨૦૩/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫.ઇ.૧૧૬(બી) મુજબના કામના નાસતા ફરતા આરોપી વસંતભાઇ કાનજીભાઇ વાણીયા અનુ.જાતિ (ઉવ.૪૫) ધંધો ખેતી રહે. પીપળી આંબેડકરવાસ તા. પાટડી વાળ હાલે મોચીવાડ પાસે ચાલીને જાય છે. તેવી હકીકત આધારે નાયક પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન નાઓની કચેરીના પો.હેડ કોન્‍સ. અજીતસિંહ દેવુભા ડોડીયા પો.કોન્‍સ. મયુરભાઇ અમથુભાઇ ચાવડા તથા દશરથભાઇ ઘનશ્‍યામભાઇ ધાંધર એમ વિગેરે સ્‍ટાફના માણસો દ્વારા મજુકર આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્‍ધ ગુજરાત રાજ્‍યના અલગ અલગ જીલ્લાના અલગ-અલગ પો.સ્‍ટે.માં કુલ ૨૮ પ્રોહીબીશન તેમજ શરીર સંબંધી ગુન્‍હો નોંધાયેલ છે. તેમજ મજકુર વિરૂધ્‍ધ અગાઉ પાસા મંજૂર થતા સુરત તથા વડોદરા સેન્‍ટ્રલ જેલમાં પાસામાં પણ જઇ આવેલ છે. શ્રી જે.ડી.પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝનનાઓના માર્ગદર્શન મુજબ પો.હેડ કોન્‍સ. અજીતસિંહ દેવુભા ડોડીયા પો.કોન્‍સ. મયુરભાઇ અમથુભાઇ ચાવડા તથા દશરથભાઇ ઘનશ્‍યામભાઇ ધાંધર એમ વિગેરે દ્વારા આરોપીને પકડી પાડેલ છે.

(11:50 am IST)