Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશન દ્વારા નિકાવામાં ઈ-એફ.આઈ.આર. અંતર્ગત જાગળતિ સેમિનાર

 જામનગર જિલ્લાના પોલીસ વડા -પ્રેમસુખ ડેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશન દ્વારા નિકાવામાં ઈ-એફ.આઈ.આર. અંતર્ગત જાગળતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું ગ્રામ્‍ય વિભાગ જામનગરના નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઈ સાહેબના અધ્‍યક્ષતામાં કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.વી. પટેલ સાહેબ તથા કાલાવડ પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ દ્વારા જનજાગળતિ અભિયાન અર્થે તાજેતરમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા રાજ્‍ય ગળહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઈ- એફ.આઈ.આર. એપ્‍લિકેશન ગત તારીખ ૨૩ જુલાઈના રોજ લોન્‍ચ કરવામાં આવેલ હોય જે અન્‍વયે રાજ્‍યના દરેક જિલ્લા તેમજ દરેક પોલીસ સ્‍ટેશનમાં ઈ-એફ.આઈ.આર. એપ્‍લિકેશનના પ્રચાર - પ્રસાર માટે સેમિનાર યોજવાના હોય જે અંતર્ગત કાલાવડ ગ્રામ્‍ય પોલીસ દ્વારા કાલાવડના નિકાવા ગામે આવેલ વોરા બી. બી. માધ્‍યમિક શાળાનાં પટાંગણમાં ઈ-એફ.આઈ.આર. એપ્‍લિકેશનની નવતર પહેલને જન જન સુધી પહોંચાડવા તેમજ આ અંગે અવગત કરવા માટે તેમજ મોબાઈલ એપ્‍લિકેશનનો બહોળો ઉપયોગ થાય તે હેતુથી ઈ-એફ.આઈ.આર. એપ્‍લિકેશન અંતર્ગત સેમિનાર યોજાયેલ. સેમિનારની શરૂઆત ભારતીય સંસ્‍કળતિ પ્રમાણે દીપ  પ્રાગટય તેમજ સમૂહ -ાર્થનાથી કરવામાં આવી હતી, ત્‍યારબાદ નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઈ સાહેબ તેમજ મંચસ્‍થ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું. જામનગરના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુણાલ દેસાઈ સાહેબ દ્વારા મોબાઈલ ચોરી અને વાહન ચોરી બાબતે પોલીસ સ્‍ટેશન ન જવાને બદલે ઘર બેઠા પોતાના મોબાઈલ ફોનમાં સિટીજન ફર્સ્‍ટ એપ્‍લિકેશન ડાઉનલોડ કરી તાજેતરમાં લોન્‍ચ થયેલ ઈ-એફ.આઈ.આર. નો ઉપયોગ કરવા બાબતે વિસ્‍તળત માર્ગદર્શન આપેલ. આ સેમિનારમાં નિકાવા ગામના યુવા ભૂતપૂર્વ સરપંચ રાજેશભાઈ મારવીયા, પત્રકાર મિત્રો, નિકાવા ગ્રામ પંચાયતના સદસ્‍યો, શ્રી વોરા બી.બી. માધ્‍યમિક શાળાના શિક્ષકો - વિદ્યાર્થીઓ, કાર્તિક વિદ્યાલયના શિક્ષિકો - વિદ્યાર્થીઓ, નવજીવન વિદ્યાલયના શિક્ષિકો - વિદ્યાર્થીઓ, નિકાવા ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ઈ-એફ.આઈ.આર. એપ્‍લિકેશન વિશેની જાણકારી મેળવી હતી. આ સેમિનારનું સંપૂર્ણ એન્‍કરીંગ કાલાવડ ગ્રામ પોલીસ સ્‍ટેશનના બાહોશ અને નિડર પી.એસ.આઈ. શ્રી એચ.વી. પટેલ સાહેબે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. સેમિનારના અંતે રાષ્‍ટ્રગાન ગાયને સૌ કોઈ છુટા પડ્‍યા હતા.

(11:54 am IST)