Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગાજણવાવનો શખ્‍સ ૧૨૪ ચપલા સાથે ઝડપાયો

વઢવાણ : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. એ.ડી.ડોડીયાને હકીકત મળેલ કે રોહીતભાઇ પ્રભુભાઇ કુરીયા કોળી. રહે. ગાજણાવાવ વાળો દારૂ રાખી વેચાણ કરતો હોય પો.હેડ કોન્‍સ. અજીતસિંહ દેવુભા ડોડીયા પો.કોન્‍સ. મયુરભાઇ અમથુભાઇ ચાવડા તથા દશરથભાઇ ઘનશ્‍યામભાઇ ધાંધર એમ વિગેરે રેઇક કરતા મજકુરને પકડી પાડી તેમજ આરોપી નં. ૨ સુરેશભાઇ જેશીંગભાઇ સુરેલા જાતે ચુ.કોળી. રહે. ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળો હાજર નહીં મળી આવેલ હોય ઉપરોકત બંને આરોપી વિરૂધ્‍ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.જે.ડી.પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝન નાઓના માર્ગદર્શન મુજબ પો.હેડ કોન્‍સ. અજીતસિંહ દેવુભાઇ ડોડીયા, પો.કોન્‍સ. મયુરભાઇ અમથુભાઇ ચાવડા, તથા દશરથભાઇ ઘનશ્‍યામભાઇ ધાંધર એમ વિગેરે દ્વારા આરોપીને પકડી પાડેલ છે.

(2:29 pm IST)