Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઝરમર

સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યોઃ પવનના સુસવાટા સાથે મિશ્ર હવામાન

રાજકોટ, તા., રઃ રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને વાદળ છાંયા વાતાવરણ વચ્‍ચે ઝરમર વરસાદ વરસી જાય છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : શહેરમાં આજે સવારે ઝાપટા રૂપે ૪ મી.મી. વરસાદ પડયો હતો.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ ખંભાળીયામાં આજે વહેલી સવારથી ઝરમરીયા વરસાદી ઝાપટા પડયા હતા. શ્રાવણના સરવડા જેવા છાંટાથી વાતાવરણ બદલાઇ ગયું હતું.

(11:58 am IST)