Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કોડીનારમાં એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ

 કોડીનાર : શહેરનાં લોકોને વઘુમાં વઘુ કેમ સુવિધા મળે તે માટે નગરપાલિકાનાં સતાધીષો માજી સાંસદ દિનુભાઈ સોલંકી માર્ગદર્શન હેઠળ કાર્યો કરી રહી છે. શહેરી જનો માટે જીલ્લા આયોજન મંડળની ગ્રાન્‍ટ તથા નગરપાલિકાનાં સ્‍વ ભંડોળમાંથી એક અમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કરવામાં આવેલ. જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ સુભાસભાઈ ડોડીયા, માજીપ્રમુખ રફીકભાઇ જુનેજા, ગોપાલભાઈ ચુડાસમા અને નગરપાલિકાનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : અશોક પાઠક કોડીનાર)

(12:00 pm IST)