Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

બગસરામાં રખડતા પશુઓથી પ્રજા પરેશાન

  બગસરા : શહેરમાં રખડતા પશુઓનું પ્રમાણ ખૂબ જ વધતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અમુક રસ્‍તાઓ-ચોક જાણે પશુ એ બાનમાં લઈ લીધા હોય તેવું દ્રશ્‍ય દેખાઈ આવે છે. આ બાબતે તંત્ર હરકતમાં આવી પગલા ભરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. શહેરમાં રખડતા પશુઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જે પૈકીના મોટાભાગના માલિકીના પશુઓ હોવા છતાં તેમને ઘરમાં રાખવાને બદલે જાહેર રસ્‍તાઓ પર છોડી દેવામાં આવતા વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. બગસરા શહેરના શિવાજી ચોક, દલાલ ચોક, હોસ્‍પિટલ રોડ નજીકના રસ્‍તાઓ, નાની બજાર જેવા અનેક વિસ્‍તારોમાં રખડતા પશુઓને કારણે ગમે ત્‍યારે અકસ્‍માત થવાની શકયતા દેખાઈ આવે છે. શિવાજી ચોકમાં એકીસાથે પશુઓનો પોતાનો અડો જમાવતા સમગ્ર ચોક જાણે બાનમાં લઈ લીધેલો હોય તેવું દ્રશ્‍ય સાંજના અને વહેલી સવારના સર્જાય છે જેથી આ સમયે શહેરી લોકો ભય સાથે પસાર થતા હોય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર હરકતમાં આવી પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

(12:01 pm IST)