Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મીઠાપુરમાં ઇ એફ આઇ આરનું લોન્‍ચિંગ

 મીઠાપુર : ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે આવેલા સબરસ ભવન ખાતે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પોલીસ વિભાગનાં ડી વાય એસ પી નીલમબેન ગોસ્‍વામી દ્વારા ઇ એફ આઇ આરનું લોન્‍ચિંગ કરવાના આવ્‍યું. આ ઇ એફ આઇ આર લોકોને સહેલાઇ થી પોલીસ સ્‍ટેશન ગયા વિના જ પોતાની ફરિયાદ નોંધાવા માટે સહેલાઇ રહે તે બાબતે નીલમબેન ગોસ્‍વામી સાહેબ તથા મીઠાપુર ઇન્‍ચાર્જ પી આઇ પળથ્‍વીરાજસિંહ  દ્વારા વિસ્‍તળત માહીતી આપવમાં આવી. આ પ્રસંગે મીઠાપુર અને સુરજકરાડીનાં આગેવાનો, પત્રકારો તથા ગૌશાળાનાં સભ્‍યો સાથે ઓખા નગરપાલિકાનાં સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને ડી વાય એસ પીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સાથે પોલીસની આ નવી સેવાઓને આવકારવામાં આવી હતી. (તસ્‍વીર- અહેવાલ : દિવ્‍યેશ જટણીયા, મીઠાપુર.)

(12:01 pm IST)