Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ઉના દ્રોણેશ્વર મંદિરે શ્રાવણ માસમા મહાપ્રસાદ

ઉના : ૧૦ વરસથી દરરોજ સાંજે જરૂરીયાત મંદ લોકોને ભોજન કરાવતા તથા વિના મૂલ્‍ય નેત્ર નિદાન કેમ્‍પ તથા મોતીયાના વિના મૂલ્‍યે ઓપરેશન કરાવતું શ્રી જય જલારામ મિત્રમંડળ દ્વારા સતત ૪ વરસે ૨૦ કી.મી. પ્રાચીન-પૌરાણીક દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. જયાં છેલ્લા પાંચ હજાર વરસથી શીવલીંગ ઉપર ગંગાજીની અવિરત જલધારાથી અભિષેક થઇ રહ્યો છે. તે મંદિરના સાનિધ્‍યમાં દાતાઓના સહકારથી શ્રાવણ માસના પ્રથમ દિવસથી દર્શને આવતા યાત્રાળુઓને બપોરે ૧૧ થી ૧.૩૦ સુધી વિના મૂલ્‍યે મહાપ્રસાદ તથા ફરાળની સેવા કરી રહ્યા છે. દરરોજ સેંકડો ભકતો મહાપ્રસાદનો લાભ લઇ ધન્‍ય બની રહ્યા છે. આ ભોજન પ્રસાદ શ્રાવણ માસ આખો ૩૦ દિવસ એક ટાઇમ શરૂ રહે છે. દર્શને આવતા યાત્રાળુઓ ને લાભ લેવા જણાવાયું છે. મહાપ્રસાદ લેતા ભાવિકોની તસ્‍વીર

(12:02 pm IST)