Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજુલા નગરપાલિકા ખાતે શહેરના વિકાસના પ્રશ્‍નોને લઈને પે્રસ કોન્‍ફરન્‍સ યોજાઇ

રાજુલા,તા.૨ : રાજુલા નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ રમેશભાઈ કાતરીયાએ રાજુલા શહેરના પત્રકાર મિત્રોને બોલાવી પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી જેમાં શહેરના વિકાસમાં શું શું વધારા કરી શકાય શહેરીજનોમાં જાગળતતા લાવવા અને સફાઇના પ્રશ્‍નો લાઇટના પ્રશ્‍નો વગેરે પ્રશ્‍નોની ચર્ચા કરવામાં આવી હતી અને પ્‍લાસ્‍ટિક પ્રતિબંધ ઉપર કેવી રીતે કડક પગલાં લઈ શકાય એ બાબતે રમેશ કાતરીયાએ પત્રકાર મિત્રોની સલાહ સૂચના લીધી હતી અને લાગતા વળગતા અધિકારીઓને આ  પ્રેસ કોન્‍ફરન્‍સમાં બોલાવીને તાત્‍કાલિક પ્રશ્‍નનું નિરાકરણ લાવી શકાય તેવા  પ્રશ્‍નો માટે અધિકારીઓને કડક સૂચના આપી હતી જેમાં રાજુલા જાફરાબાદ રોડ ઉપર હંગામી ધોરણે હેલોજન લાઈટ ફીટ કરવી ગટરને લગતા  પ્રશ્‍નોનું નિરાકરણ કઈ રીતે લાવવું અને સન્નાઇ વગેરેના નિકાલનું કાયમી નિકાલ થાય અને ડોર ટુ ડોર વેસ્‍ટ કલેક્‍શનની ગાડીઓ નિયમિત રીતે લોકોની શહેરી અને સોસાયટીમાં પહોંચે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને પાલિકા પ્રમુખ રમેશ કાતરીયા દ્વારા નગરપાલિકાની સુવિધામાં વધારો કરતા એટેન્‍ડન્‍સ ફિંગર મશીન લગાવી છે જેથી રાજુલા નગરપાલિકાનો સફાઈ કામદાર હોય કે પછી કર્મચારી યોગ્‍ય સમયે પહોંચ્‍યા એની તાકેદારીના ભાગરૂપે એડેન્‍સ ફિંગર મશીન લગાવવામાં આવ્‍યું છે . અને પાલિકા પ્રમુખે મીડિયાને સંબોધતા જણાવ્‍યું હતું કે રાજુલા શહેરીજનો વહેલી તકે વેરાની ભરપાઇ કરે જેથી શહેરના વિકાસને વધુ પ્રગતિશીલ બનાવી શકાય અને આપણી આજુબાજુ કયાંય ગંદકી કે હોય તો તરત જ નગરપાલિકાના પ્રતિનિધિનો સંપર્ક કરીને જણાવવા માટે અનુરોધ કર્યો હતો .

(2:27 pm IST)