Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કોડીનારની ભવાની ગૌશાળામાં લમ્‍પીનું રસીકરણ

 કોડીનાર : બાયપાસ પાસે કોળી સમાજના યુવાનો દ્વારા ભવાની ગૌ શાળાની શરૂઆત ઘણા સમય પહેલા કરવામાં આવેલ. જેમાં અત્‍યારે ૪૦ જેટલા ઢોરને સાચવામાં આવે છે પરંતુ સોરઠ પંથકમાં લ્‍મ્‍પી વાયરસના કહેરને કારણે આગમ ચેતીને ધ્‍યાને લઈ પાવટી ગામના પશુ ડો. હેમલ મનુભાઈ ઝાલા દ્વારા દરેક પશુને રસી આપવામાં આવી. આ ગૌ શાળાના પ્રમુખ રાજુભાઈ બાંભણીયા, જયવન્‍ત કાકા, હરેશ શિયાળ, ભાવેશ વાધેલા, ભાવસિંહ બારડ, દિનેશ સાંખટ, નાગજી ભાલીયા સહિતના ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:03 pm IST)